Jammu And Kashmir # Know All Importance Fact and Exam Related Points.

Jammu And Kashmir

# Know All Importance Fact and Exam Related Points.

 Any Query Comments.


Please Real Full Article



*Jammu And Kashmir*
👇🏻➿👇🏻
*Rathod Rohit*


🎯👇રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે. ભારતના ભવિષ્ય માટેના આ નિર્ણાયક ફેંસલા અંતર્ગત હવે જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ટુકડા થઈ ગયા છે જેમાં એક હશે જમ્મુ-કાશ્મીર અને બીજો હશે લદ્દાખ. એટલું જ નહીં આ બંને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને તેની પર કેન્દ્ર સરકારનું સીધું નિયંત્રણ રહેશે. આમ, હાલ દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં જે રીતે વહીવટીતંત્ર ચાલે છે તે ફોર્મ્યુલાનો જમ્મુ-કાશ્મીરમાં પણ અમલી કરાશે.

👇👇👇જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ પાડી બંનેને રાજ્યનો દરજ્જો👇👇

જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરી દેવાતા હવે તેના બે ટુકડા થશે. આમાં પહેલો ભાગ જમ્મુ-કાશ્મીરનો રહેશે અને બીજો ભાગ લદ્દાખનો રહેશે. આ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, બંનેના પોતાના અલગ વહીવટીતંત્ર પણ રહેશે અને તેમને આ પ્રકારના બંધારણીય દરજ્જા પણ આપવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 370 અને બંધારણના અનુચ્છેદ 35-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાનો આ સાથે જ અંત આવી ગયો છે.

❇️👇વિભાજનવાદીઓ-અલગતાવાદીઓના એકહથ્થુ વર્ચસ્વનો અંત👇❇️👇

મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદ 35-એ અને કલમ 370ની નાબૂદીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિત થઈ જશે. આ સંજોગોમાં કાશ્મીરમાં અત્યારસુધી અસ્થિરતા અને અરાજકતા માટે જેમને જવાબદાર ગણવામાં આવે છે તેવા વિભાજનવાદીઓ અને અલગતાવાદીઓનું એકહથ્થૂ વર્ચસ્વ ખતમ થઈ જશે તેમ મનાય છે. વિભાજનવાદીઓ રાજકારણમાં આવી નથી શકતા અને ચૂંટણીઓનો વિરોધ કરે છે અને આ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનતા તેમના સ્વચ્છંદીપણા પર પણ કાપ મૂકાશે.

❇️👇બંને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહેશે👇👇

દિલ્હી હાલ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેમાં જે ફોર્મ્યુલાથી સરકાર ચાલે છે તેનું જ જમ્મુ-કાશ્મીરમાં અનુસરણ કરાય તેવી શક્યતા છે. હજી કેન્દ્ર સરકારના પ્રસ્તાવની વિગતો આવવાની બાકી છે. પરંતુ પ્રાથમિકપણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે દિલ્હી સરકારની જેમ જ આરોગ્ય-શિક્ષણ જેવા મુદ્દા સ્થાનિક સરકાર પાસે રહેશે. જ્યારે બંને રાજ્યોમાં લેફ્ટનેન્ટ ગવર્નરની નિમણૂંક કરીને વહીવટીતંત્ર ચલાવાઈ શકે છે. જ્યારે બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહી શકે છે.

👇👇👇કાશ્મીરના રાજકારણીઓની ગતિવિધિઓ મર્યાદિત થશે👇👇

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવેથી રાજકીય ગતિવિધિઓ મર્યાદિત બની જશે. કાશ્મીરમાં સ્થાનિક રાજકારણીઓનું વર્ચસ્વ પણ મર્યાદિત થઈ જશે કારણ કે કાયદો અને વ્યવસ્થા હવે કેન્દ્ર સરકારને હસ્તક જતી રહેશે. બંધારણની કલમ 370 અંતર્ગત મળતો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ જશે અને આ કારણે કાશ્મીરને કેન્દ્ર સરકાર દ્વારા જે અબજો રૂપિયાની ગ્રાન્ટ અપાતી હતી તેની પણ સમીક્ષા થશે.

🎯💥👉કેન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં

💥👉કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નહતા થતાં

💥👉કેન્દ્ર સરકાર રક્ષા, વિદેશ અને સંચાર જેવા મહત્વના વિષયોને છોડીને રાજ્યના બાકી વિષયોમાં દખલ ન દઈ શકે

💥👉કલમ 370 હટવાથી હવે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નહીં, હવે તે દિલ્હીની જેમ વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત રાજ્યમાં આવશે

👇👇રાજ્યસભા અપડેટ્સ👇👇

સીઆરપીએફના વધુ 8,000 જવાન જમ્મુ-કાશ્મીર ટ્રાન્સફર કરવામાં આવ્યા.

રાજ્યસભામાં લંચનો સમય રદ કરવામાં આવ્યો અને ચર્ચા ચાલુ રાખવામાં આવી.

જેડીયુએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું.

બહુજન સમાજવાદી પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું.

જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે, સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.

અમિત શાહની જાહેરાત પછી વિપક્ષનો હોબાળો

પીડીપી સાંસદે રાજ્યસભામાં તેમના કપડાં ફાડીને વિરોધ નોંધાવ્યો.

*🎯Rathod Rohit*

Azad Training Academy

*Admission Open*

General batch starts

*Rathod Rohit*

*🎯👇કાશ્મીરમાં શું બદલાઈ જશે🎯👇*

👉💠જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજૂ કરતા આર્ટિકલ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. 🎯🎯🎯💥🎯 આર્ટિકલ 370ને જમ્મુ-કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતિથી પાસ કરી શકે છે.

*❇️👇🎯જમ્મુ-કાશ્મીરમાં આ બદલાયું🎯👇💥💠*

⛳️⛳️હવે દેશનો કોઈપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે.

🇮🇳🇮🇳જમ્મુ-કાશ્મીરમાં હવે અલગ ઝંડો નહીં રહે. 🇮🇳🇮🇳એટલે કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો જ રહેશે.

👥👥❌❌જમ્મુકાશ્મીરના લોકોને હવે બેવડી નાગરિકતા નહીં રહે.

🛑🛑🛑આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં વોટનો અધિકાર માત્ર ત્યાંના સ્થાનિક નાગરિકોને જ હતો. અન્ય રાજ્યના લોકો ત્યાં વોટ નહોતા આપી શકતા અને ચૂંટણીમાં ઉમેદવાર પણ નહોતા બની શકતા. ⛔️હવે નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય બાદ ભારતનો કોઈપણ નાગરિક ત્યાં વોટર અને ઉમેદવાર બની શકે છે.

*📛🔅📛જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ📛🚫❗️❕*

⛔️જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે

📛કાશ્મીર વિધાનસભા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.

⛔️વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષના બદલે 5 વર્ષનો રહેશે.

🛑📛🚫આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને મળતા વિશેષ અધિકાર ખતમ કરી દેવાયા છે. 🛑કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. 📙📘આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરનું અલગથી સંવિધાન નહીં હોય.

🔖🔖🔖🔖કાશ્મીરમાં 17 નવેમ્બર 1956એ પોતાનો સંવિધાન લાગૂ કરાયું હતું. હવે કાશ્મીરમાં આર્ટિકલ 356નો ઉપયોગ થઈ શકશે એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી શકાશે.

*📮📮લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ📭📭*

📮📮📮લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે. અહીં વિધાનસભા નહીં હોય અને તેનું પ્રશાસન ચંદીગઢની જેમ ચલાવવામાં આવશે.

📮📮આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ લાગૂ થશે.

📮જમ્મુ-કાશ્મીરમાં દેશનો કોઈપણ નાગરિક નોકરી મેળવી શકે છે.

📮📮ભારતના રાષ્ટ્રીય પ્રતિક અને ચિહ્નોનું અપમાન હવે અપરાધ ગણાશે.

*Rathod Rohit*


Azad training academy

*Jammu And Kashmir*
👇🏻➿👇🏻

🎯💥👉કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા     

🎯👉કેન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં


🎯👉કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નહતા થતાં

💥👉કેન્દ્ર સરકાર રક્ષા, વિદેશ અને સંચાર જેવા મહત્વના વિષયોને છોડીને રાજ્યના બાકી વિષયોમાં દખલ ન દઈ શકે

💥👉કલમ 370 હટવાથી હવે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નહીં, હવે તે દિલ્હીની જેમ વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત રાજ્યમાં આવશે
     

      કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ


🎯👉જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી.

🎯👉આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ બને એટલે આપોઆપ ખાસ દરજ્જો નાબૂદ થઇ જાય છે.

🎯💠દેશ આઝાદ થયાના બોતેર વર્ષ બાદ જમ્મુ કશ્મીરનો ઇતિહાસ બદલાઇ રહ્યો હતો. હાલની એનડીએ સરકારે મૂકેલા કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કરતા ઠરાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી અને એ સાથે ઇલેક્ટ્રોનિક મિડિયા પર એવી જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી  370મી કલસને રદ કરતા પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી.

Rathod Rohit


Azad Training Academy
*Admission open*
General batch starts

*જમ્મુ-કાશ્મીર પાસે છે આ 5 ખાસ અધિકારો, જે ભારતના અન્યો રાજ્યો પાસે નથી, જાણો વિગતે*
👇🏻➿👇🏻

14 મે, 1954એ બંધારણમાં અનુચ્છેદ 35એને જોડવામાં આવી જેનાથી જમ્મુ-કાશ્મીરને બીજા કેટલાક ખાસ અધિકારો મળ્યા, જે દેશના અન્ય રાજ્યોને નથી મળ્યા



નવી દિલ્હીઃ હાલ ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, પણ એક રાજ્ય જમ્મુ-કાશ્મીર એવુ છે જેને ખાસ વિશેષાધિકારો છે. આ રાજ્યને પોતાની અનેક ખુબીઓ છે, પણ જમ્મુ-કાશ્મીરની બે વાતો તેને દેશના અન્ય રાજ્યોથી અલગ બનાવે છે. એક છે અનુચ્છેદ 370 અને બીજી છે અનુચ્છેદ 35એ.

*1952માં થયેલા દિલ્હી એગ્રીમેન્ટ અનુસાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ખાસ અધિકારો મળ્યા, ત્યારબાદ 14 મે, 1954એ બંધારણમાં અનુચ્છેદ 35એને જોડવામાં આવી જેનાથી જમ્મુ-કાશ્મીરને બીજા કેટલાક ખાસ અધિકારો મળ્યા, જે દેશના અન્ય રાજ્યોને નથી મળ્યા*.

By : *Azad Training Academy*


*Rathod Rohit*
                       
*જમ્મુ-કાશ્મીરના પાંચ વિશેષાધિકાર*......

1👉🏻. *ડબલ નાગરિકતા*
જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ડબલ નાગરિકતા મળી છે. એટલે કે જમ્મુ-કાશ્મીરના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક તો છે, સાથે સાથે તેઓ ભારતના પણ નાગરિક છે. એટલે કે દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક નથી બની શકતા, જમ્મુ-કાશ્મીરમાં જમીન નથી ખરીદી શકતા કે અન્ય કોઇ વ્યવહાર નથી કરી શકતા.

2👉🏻. *ઝંડો અને બંધારણ*
જમ્મુ-કાશ્મીરને પોતાનો ખુદનો ઝંડો અને બંધારણ છે. આ દેશના બીજા કોઇ રાજ્ય પાસે નથી. જમ્મુ-કાશ્મીરએ 17 નવેમ્બર 1956માં પોતાનું બંધારણ બનાવ્યુ હતુ.

3👉🏻. *ઇમર્જન્સી નથી લગાવી શકાતી*
જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા છે, તે અંતર્ગત ત્યાં આર્થિક ઇમર્જન્સી નથી લગાવી શકાતી.

4👉🏻. *વિધાનસભાનો કાર્યકાળ*
દેશની બધી વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળ 6 વર્ષનો છે.

5👉🏻. *મતદાનનો અધિકાર*
જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર માત્ર ત્યાના સ્થાયી નાગરિકોનો જ છે. કોઇ બીજા રાજ્યના લોકો અહીં મતદાન નથી કરી શકતા. ચૂંટણીમાં ઉમેદવાર પણ નથી બની શકતા.

*Rathod Rohit*


📝જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 રદ કરવાનો ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો.

📝અનુચ્છેદ 370(1) સિવાય તમામ અનુચ્છેદ રદ કરવાનું બિલ આવી ગયું.

📝અનુચ્છેદ 35 માં રદ કરવામાં આવશે.

📝જમ્મુ કાશ્મીર અને  લદ્દાખ પ્રદેશ બંનેને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માં આવ્યા.

📝જમ્મુ કાશ્મીર રાજ્ય દિલ્હી કે.શા ની જેમ વિધાન સભા હસે પણ કેટલાક અધિકાર રાજ્ય સરકાર ને નહિ મળે જેમાં મુખ્ય પોલીસ વિભાગ તથા કારોબારી ની અમુક શાખા પર કેન્દ્ર સરકાર નુ નિયંત્રણ રહેશે.

📝જમ્મુ કાશ્મીર કે.શા પ્રદેશ બનવાથી થનારા કેટલાક સુધારા

📝જમ્મુ કાશ્મીર ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા આવતા બહાર નાં લોકો ત્યાં કાયમી વસવાટ કરી શકશે, જમીન ખરીદી શકશે.

📝જમ્મુ કાશ્મીર રાજ્ય નો અલગ રાષ્ટ્રધ્વજ દૂર કરવામાં આવશે.

📝જમ્મુ કાશ્મીર વિધાનસભા નો કાર્યકાળ ૬ વર્ષ ના બદલે ૫ વર્ષ નો થશે.

📝આખા ભારત માં લાગતો ફોજદારી કાયદો હવે જમ્મુ કાશ્મીર માં પણ લાગુ પડશે.

📝આ ઉપરાંત અનુચ્છેદ ૩૫૬ હવે લાગુ કરી શકાશે.

📝જમ્મુ કાશ્મીર સૌથી પેહેલા રાજ્યપાલ શાસન લાગુ કરવા માં આવતું હતું પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માં આવતું હતું. પણ હવે સીધું જ રાષ્ટ્રપતિ શાશન લાગુ કરી શકાશે.

🎯

🇮🇳🇮🇳🇮🇳જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ શું?🇮🇳🇮🇳

જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.

સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.

જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.

કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.

જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.

રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.

જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.


🇮🇳🇮🇳જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે...🇮🇳

મોદી સરકારના આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને બીજા રાજ્ય જેમ વધારે અધિકાર પૂર્ણ જ નહી પરંતુ ઓછા પણ કરી દેવામાં આવ્યાં. જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હીની જેવું રાજ્ય બની જશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી થશે અને સરકાર પર બનશે, પરંતુ રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીની જેમ જે પ્રકારે સરકારે બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડે છે તેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ એ રીતની સરકાર બનશે.

🇮🇳🇮🇳ભારતીય સંવિધાન લાગૂ થશે🇮🇳

મોદી સરકારના નિર્ણય બાદ હવે ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. જમ્મૂ-કાશ્મીરનું હવે પોતાનું અલગ સંવિધાન નહી હોય. કાશ્મીરમાં અત્યાર સુધી જે વિશેષાધિકાર મળતો હતો , તેની હેઠળ ઇમરજન્સી લાગુ કરી શકાશે નહીં.

🇮🇳જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળનો સમય બદલાશે🇮🇳

અત્યાર સુધી કલમ-370 હેઠળ જમ્મૂ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. પરંતુ હવે દેશના અન્ય રાજ્યની જેમ પાંચ વર્ષનો વિધાનસભા કાર્યકાળ રહેશે. તે સિવાય જમ્મૂ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર માત્ર સ્થાનિક નાગરિકનો હતો. બીજા રાજ્યના લોકો અહીં મત ન આપી શકે અને ચૂંટણીમાં ઉમેદવાર પણ ના બની શકે. હવે સરકારના નિર્ણય બાદ ભારતના નાગરિક મતદારો અને ઉમેદવાર બની શકશે.

Rathod Rohit

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની