ભારત ના પ્રથમ અંતરીક્ષ યાત્રી રાકેશ શર્મા વિશેની પૂરી માહિતી અને પરિક્ષા માં પૂછાયેલા પ્રશ્નો

*🔰રાકેશ શર્મા પર પુછાયેલા પ્રશ્નો*
👇🏻➿👇🏻
૧.      ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી કોણ છે?
  -  રાકેશ શર્મા

૨.      રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો?
  -  ૧૩ જાન્યુઆરી ૧૯૪૯

૩.      રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો?
  -  પટિયાલા, પંજાબ

૪.      રાકેશ શર્માને અંતરીક્ષ યાનમાં ઉડવાનું અને પૃથ્વીનો ચક્કર લગાવવાનો અવસર ક્યારે મળ્યો હતો?
  -  ૨ એપ્રિલ ૧૯૮૪ના

૫.      રાકેશ શર્મા એ કોણ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી છે.

૬.      રાકેશ શર્માને પોતાનું સૈનિક શિક્ષણ ક્યાં લીધું હતું?
  -  હૈદરાબાદ

૭.      રાકેશ શર્માનું કર્મ ક્ષેત્ર શું છે?
  -  ભારતીય વાયુસેના અને પાયલોટ

૮.      રાકેશ શર્માને કયો પુરસ્કાર મળ્યો હતો?
  -  અશોક ચક્ર

૯.      રાકેશ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી

Rathod Rohit

*👁‍🗨👁‍🗨સ્ક્વાડ્રન લીડર રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા ભારતીય હતા. ટી-સોયુજ 11 અભિયાન દરમિયાન તેઓ અંતરિક્ષમાં હતા તે સમયે તેમણે તત્કાલીન વડાપ્રઘાન ઈન્દિરા ગાંધીને ફોન કર્યો હતો. તે સમયે ઈન્દિરા ગાંધીએ અવકાશમાંથી ભારત કેવું દેખાય છે તેવો પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે,‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા.’*


*‘અશોક ચક્ર’થી કરાયા સન્માનિત*

*🔰👉- ઈસરો અને સોવિયત એજન્સીએ સંયુક્ત સ્પેસ પ્રોજેક્ટમાં ભારતે રાકેશ શર્માની પસંદગી કરી હતી. જે પછી તેઓ વિશ્વના 138માં અવકાશ યાત્રી બન્યા.*

👉- 32 વર્ષ અગાઉ 2 એપ્રિલ 1984 ના ટી-સોયુજ 11 હેઠળ કઝાકિસ્તાનથી ઉડાણ ભરી હતી.
👉- તેઓ અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ રહ્યાં હતાં. તેમનું કામ બાયો મેડિસિન અને રિમોટ સેંસિંગ સાથે જોડાયેલું હતું.
👉- અંતરિક્ષથી પરત આવ્યા બાદ રશિયાએ તેમને ‘હીરો ઓફ સોવિયત યૂનિયન’ અને ભારતે ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા હતા.

*💠💠સિનિયર હોવાને કારણે ગણાયા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી*

👉- સોવિયત યૂનિયને ઈન્દિરા ગાંધી સામે 2 ભારતીયોને મિશનમાં સામેલ કરવાની ઓફર આપી હતી. એરફોર્સ અધિકારી સિવાય તેમની પાસે અન્ય વિકલ્પો પણ નહોતા.

👉- આ સમયે ઈસરો પાસે સંશાધનો પણ ઓછા હતા. તે સમયે ઈન્ડિયન એરફોર્સના બે અધિકારી રાકેશ શર્મા અને રવીશ મલ્હોત્રાને 18 મહિનાની આકરી ટ્રેનિંગ આપવામાં આવી હતી.

👉- બીજા ભારતીય અવકાશ યાત્રી તરીકે રવિશ મલ્હોત્રા પણ આ જ મિશનમાં સ્પેસમાં ગયા હતા. જોકે સિનિયર હોવાને કારણે રાકેશ શર્મા પ્રથણ ભારતીય અવકાશ યાત્રી ગણાયા.

*💠ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ હતા રાકેશ શર્મા*

👉- રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949ના પંજાબના પટિયાલા શહેરમાં થયો હતો.

👉- પ્રારંભિક એજ્યુકેશન હૈદરાબાદમાં પાસ કર્યું, તે પછી 1970માં ઈન્ડિયન એરફોર્સમાં જોડાયા અને 1984માં સ્કવાડ્રન લીડર બન્યા હતા.

👉- રાકેશ શર્માના લગ્ન કર્નલ શ્રી પી.એન. શર્માની પુત્રી મધુ શર્મા સાથે થયા હતા.
- તેમનો પુત્ર કપિલ શર્મા ફિલ્મ ડિરેક્ટર અને પુત્રી કાર્તિક મીડિયા આર્ટિસ્ટ છે.

*(32 વર્ષ અગાઉ 2 એપ્રિલ 1984 ના ટી-સોયુજ 11 હેઠળ કઝાકિસ્તાનથી ઉડાણ ભરી હતી.)*
*(અંતરિક્ષથી પરત આવ્યા બાદ રશિયાએ તેમને ‘હીરો ઓફ સોવિયત યૂનિયન’ અને ભારતે ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા હતા.)*
*(તેઓ અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ રહ્યાં હતાં. )*

Rathod Rohit

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની