# રાષ્ટ્રીય મતદાતા દિવસ. # ચૂંટણી પંચ 👉જાણો મહત્વની બાબતો અને પરિક્ષા લગતા પ્રશ્નો

*રાષ્ટ્રીય મતદાતા દિવસ*
👇🏻➿👇🏻

*🇮🇳ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.*

*🇮🇳આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. 👉તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.*


*ભારતીય ચૂંટણી પંચ*
👇🏻➿👇🏻

 *👉ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે.*
 *👉ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે.*
*🔰સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.*
રોહિત
*👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.*

*👉મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્ત નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.*
*👉 મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.*
*👉ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે. મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.*

રાઠોડ રોહિત


*Election Commission of India*

 *અનુચ્છેદ - ૩૨૪*

👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.


*ચૂંટણી  પંચ*
👇🏻➿👇🏻
વન લાઇનર ક્વિઝ-આન્સર

✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫

✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.

✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ

✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.

✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.

✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન  કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.

✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ

✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક

✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન

✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ

✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન

✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા  તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ

✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.
રોહિત
✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર

✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ '  અને  ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ

✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.

✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.

✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬

✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ

✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.

✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮

  *રાઠોડ રોહિત*

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની