પંચાયત રાજ - બધીજ પરીક્ષા માટે ખુબજ મહત્વની માહિતી.

*પંચાયત રાજ*

👇🏻➿👇🏻
📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.

*અહીં ત્રણ સ્તરો છે*
➖ગામ,
➖તાલુકો અને
➖ જિલ્લો

📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.

📮 *૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.*

📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
➖ આંધ્ર પ્રદેશ,
➖ ગુજરાત,
➖ હિમાચલ પ્રદેશ,
➖ મહારાષ્ટ્ર,
➖ મધ્ય પ્રદેશ,
➖ઓરિસ્સા અને
➖રાજસ્થાન.

📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
➖નાગાલેન્ડ,
➖ મેઘાલય,
➖ મિઝોરમ અને,
➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
➖(૧) ગ્રામ પંચાયત,
➖(૨) તાલુકા પંચાયત, અને
➖(૩) જિલ્લા પંચાયત.


◾ *ગ્રામ પંચાયત*◾
👇🏻➿👇🏻
📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.
_Rohit_
📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.

📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

◾માળખું ◾

📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.

📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.

📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

◾કાર્યો ◾

📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

📮જેવી કે:
➖સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
➖ખાસ રોજગાર યોજના
➖ઇન્દિરા આવાસ યોજના
➖ગ્રામીણ સ્વચ્છતા યોજના
➖ગોકુળ ગ્રામ યોજના
➖સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

Rathod Rohit

YouTube Channel - Study Choices


*પંચાયતી રાજ ઉપર અગાઉ પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો*
👇🏻➿👇🏻

1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ :  સોળ (16)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

જવાબ : ત્રણ  હજારથી પચીસ હજાર

18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક  દ્વિતિયાંશ (1/2)
50%

22. નગરપાલિકાના વડાને  શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ


23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર


24.  મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

25.  મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર  હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

*Rathod Rohit*
#studychoices

Comments

Popular posts from this blog

Gujarat Police Physical test Call Letter 2021 Download

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની