ચૂંટણી પંચ. / ભારતનું નિવૉચન આયોગ - પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો - જાણો પૂરી માહિતી જે આગામી બધીજ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે

🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ*
🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳

👁‍🗨ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ અને ગુજરાતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ વિશે...
👇🏻➿👇🏻


*🔰⭕️ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી , ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.*

*👁‍🇮🇳ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.*
👉- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
👉- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો , મર્યાદાઓ.

*🔰🇮🇳બંધારણીય ઉલ્લેખ અને સંરચના🔰🇮🇳*
✅ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ સંસદ , રાજ્યોની વિધાનસભા , વિધાનપરિષદ , રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે , જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ સુનિશ્વિત કરશે).

*🇮🇳બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા🇮🇳✅*

👁‍🗨૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો( Support) જોઇશે , જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
👁‍🗨૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
👁‍🗨૩. કારોબારી (Executive) ચૂંટણી કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે ,
જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
👁‍🗨૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે
✍રોહિત રાઠોડ

*♻️✅ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:♻️✅*

🔰૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , સંસદનાં બંને ગૃહો ,
રાજ્ય વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ , સંચાલન ,
નિર્દેશન કરે છે.
🔰૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
🔰૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
🔰૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
🔰૫. ચૂંટણી આચાર સંહિ નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.

*🇮🇳♦️ચૂંટણી પંચની મર્યાદાઓ :🎯💠🇮🇳*

👉૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી પ્રક્રિયાને સ્થિત કરાઇ છે , જ્યારે બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને ( તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.

👉૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency નથી અને તે પોતાનાં કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા
નિભાવવા સંપૂર્ણ સક્ષમ નથી.

👉૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસઅનુભવતું નજરે પડે છે.
 ✍રોહિત

*👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.*
૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા.
૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની.
૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.

👉🎯મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
 મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે.
મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.

હાલના મુખ્ય ચૂંટણી આયુક્ત - સુનીલ રાવત

*Rathod Rohit*
Study Choices

YouTube Channel
Telegram Channel
Facebook Page


♻️ Today's topic : Election Commission



✍️ અનુચ્છેદ - ૩૨૪
👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.

હાલ ના અધ્યક્ષ:- *સુનીલ રાવત*


*ચૂંટણી  પંચ*

💮વન લાઇનર ક્વિઝ-આન્સર💮

✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫

✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.

✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ

✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.

✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.

✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન  કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.

✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ
Rohit
✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક

✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન

✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ

✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન

✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા  તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ

✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.

✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર

✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ '  અને  ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ

✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.

✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.

✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬

✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ

✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.

✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮
EVM Full Form- Electronic Voting Machine.


Voter-verifiable paper audit trail was first used in an election in India in September 2013 in Noksen (Assembly Constituency) in Nagaland


In India, the voter-verifiable paper audit trail (VVPAT) system was introduced in 8 of 543 parliamentary constituencies as a pilot project in 2014 Indian general election.[6][7][8][9]VVPAT was implemented in LucknowGandhinagarBangalore SouthChennai CentralJadavpurRaipurPatna Sahib and Mizoram constituencies

 VVPAT- Voter-verified paper audit trail


   *Rathod Rohit*

Comments

Popular posts from this blog

Police Constable Jilla Falavani, Constable District allocated, police Jilla Falavani ,Amreli, junagadh,Botad,navsari,

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની