Ozone Day Special ( Know All Point Discussion Ozone layer and imp world agreement and scientific name "By Study Choices"

Ozone Day Special 

( Know All Point)

( Know All Point Discussion Ozone layer and ozone related points)

 and
1👉 First Ozone Day Celebration
2👉  imp world agreement 
3👉 scientific name
4👉 Ozmportant in earth
5👉 and more points

🖍️"By Study Choices"

Please Note

Mention One PDF File
Don't miss download this file

Download PDF File Click Here


More Information Hear



*♻️ઓઝોન અને પર્યાવરણ♻️*
👇🏻➿👇🏻
💠✅💠✅💠✅💠✅💠✅
*Mission Bin Sachivalay*
_With Study Choices Education_

*🔘☑️ઓઝોન એટલે શું?❓❔❓*

ઓઝોન એ ઓક્સીજનનું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે.

*⭕️💢 સારો અને ખરાબ ઓઝોન👇*

સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું
સંરક્ષણ કરે છે.

👁‍🗨👉પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે.

👉સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.

*💠♻️ઓઝોન અવક્ષય એટલે શું?👇*

ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) એ ઓઝોનનો અવક્ષય કરનારા પ્રાથમિક રસાયણો છે.તેઓને રેફ્રિજરેટરો,એર કંડીશનરો ઈત્યાદિમાં તાપકો તરીકે વપરાય છે.તેઓમાં ક્લોરીન હોય છે.
ઓઝોન અવક્ષય પ્રક્રિયા Ozone depletion process

1⃣ચરણ 1 : માનવીય પ્રવૃતિઓના પરિણામે પેદા થયેલું CFCs વાતાવરણમાંના ઓઝોનના સ્તર સુધી પહોંચે છે

2⃣ચરણ 2 : સૂર્યમાંના UV વિકિરણો CFCs ને તોડે છે અને ક્લોરીન બહાર છોડે છે.

3⃣ચરણ 3 : ક્લોરીનના અણુઓ ઓઝોનના પરમાણુંઓનો નાશ કરે છે અને તેથી ઓઝોનનો અવક્ષય થાય છે
ઓઝોનનો અવક્ષય આપણને કેવી રીતે અસર કરે છે?

🎯👉જ્યારે ઓઝોનના સ્તરનો અવક્ષય થાય છે,ત્યારે પૃથ્વી પર અથડાતા સૂર્યનું UV વિકિરણ વધે છે.આના પરીણામે જનનીય હાનિ,આંખને હાનિ કે દરિયાઈ જીવોને હાનિ થઈ શકે છે.

*✍ Rathod Rohit*



*Mission Bin Sachivalay*

_With Study Choices Education_

*🌝🌝વિશ્વ ઓઝોન દિવસ🌝🌝*

🌍🌎🌍🌎🌏🌍🌎🌏🌎🌍🌏
*Rathod Rohit*
👇🏻➿👇🏻

*➡️1994માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ, 1987માં મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં, 16 સપ્ટેમ્બરને "વિશ્વ ઓઝોન દિવસ" તરીકે જાહેર કરવાનું ઠરાવ્યું.*

*➡️➡️વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે  જાહેર કર્યો છે. આ દિવસે ➡️મોન્ટ્રેલ પ્રોટોકોલ ⬅️પર હસ્તાક્ષર કરવામાં આવે છે.*

🔘☑️🔘ઓઝોન અવક્ષય ના બે તદ્દન જુદા, છતાં સંબંધિત નીરિક્ષણો છેઃ 1970ના દાયકાથી પૃથ્વીના ઊર્ધ્વમંડળ (ઓઝોન સ્તર)માંના ઓઝોનના કુલ કદમાં પ્રતિ દશકાએ 4% જેટલો ધીમો, સતત ઘટાડો, અને એ જ સમયગાળામાં પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરના ઊર્ધ્વમંડળીય ઓઝોનમાં ઘણો મોટો, પણ મોસમી ઘટાડો. અહીં જે બીજી ઘટના વર્ણવી છે તેને સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે સંબંધવામાં આવે છે. ઊર્ધ્વમંડળીય ઓઝોન અવક્ષયની આ જાણીતી ઘટના ઉપરાંત, વસંત દરમ્યાન ધ્રુવીય વિસ્તારોની સપાટી નજીક ઘટતા અધોમંડળીય ઓઝોન અવક્ષયના બનાવો પણ નોંધપાત્ર છે.

🔘☑️🔘ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી અગત્યની પ્રક્રિયા છે. ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે. સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની છે.
સીએફસી અને અન્ય યોગદાતા તત્ત્વોને પ્રચલિત રીતે ઓઝોન-અવક્ષય તત્ત્વો (ઓઝોન-ડિપ્લેટિંગ સબસ્ટન્સિસ-ઓડીએસ-ODS ) કહેવામાં આવે છે. ઓઝોન સ્તર નીલાતીત કિરણો(યુવી કિરણ)ની સૌથી હાનિકર્તા એવી યુવીબી (UVB) તરંગ-લંબાઈઓ(270-315 એનએમ)ને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં અટકાવે છે, તેથી ઓઝોનમાં જોવામાં આવેલો અને અનુમાનિત ઘટાડો એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે અને તેના પરિણામસ્વરૂપ સીએફસી અને હેલોન્સ તેમ જ કાર્બન ટેટ્રાકલોરાઈડ અને ટ્રાઈકલોરોઈથિલીન જેવા અન્ય ઓઝોન અવક્ષય માટે જવાબદાર ગણાતા રસાયણોના ઉત્પાદનને પ્રતિબંધિત કરતો મોનટ્રેલ પ્રોટોકોલ(Montreal Protocol) સ્વીકારવામાં આવ્યો હતો. ઓઝોન અવક્ષયના પરિણામે નીલાતીત કિરણોના વધુ સંસર્ગમાં આવવાથી ત્વચાનું કૅન્સર, મોતીયો, વનસ્પતિઓને નુકસાન, અને મહાસાગરના પ્રકાશિત ક્ષેત્રમાંની પ્લેન્કટનની વસતિમાં ઘટાડો જેવાં વિવિધ જૈવિક પરિણામોનો સામનો કરવાનો આવશે એવી આશંકા સેવવામાં આવે છે.

*⬆️➡️➡️ ઓઝોન ચક્રની રૂપરેખા⬇️*

ઓઝોન-ઑકિસજન ચક્રમાં ઑકિસજનના ત્રણ સ્વરૂપોનો (અથવા અલોટ્રોપ્સ(allotropes)નો) સમાવેશ થાય છેઃ ઑકિસજન અણુ (O અથવા આણ્વિક ઑકિસજન), ઑકિસજન વાયુ (O2 અથવા દ્વિ-પરમાણુ ઑકિસજન) અને ઓઝોન વાયુ (O3અથવા ત્રિ-પરમાણુ ઑકિસજન). જયારે 240 એનએમથી ટૂંકી તરંગલંબાઈ ધરાવતા નીલાતીત ફોટોન ઊર્ધ્વમંડળમાં શોષાય છે અને ત્યારે ઑકિસજનના પરમાણુઓ ફોટો-વિચ્છેદિત થાય છે ત્યારે ત્યાં ઊર્ધ્વમંડળ ઓઝોનનો અણુ બને છે. તેના કારણે ઑકિસજનના બે પરમાણુ રચાય છે. એ વખતે આણ્વિક ઑકિસજન O2 સાથે સંયોજાઈને O3 બને છે. ઓઝોનના પરમાણુઓ 310 અને 200 એનએમ વચ્ચેના નીલાતીત કિરણોને શોષે છે, જેના પરિણામે ઓઝોન O2ના પરમાણુમાં અને આણ્વિક ઑકિસજનમાં વિચ્છેદિત થાય છે. આણ્વિક ઑકિસજન પછી ફરીથી ઓઝોનનો અણુ બનાવવા માટે ઑકિસજનના પરમાણુ સાથે જોડાય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પણ જયારે એક ઑકિસજનનો અણુ, ઓઝોનના અણુ સાથે "ફરીથી જોડાય" છે અને બે O2 અણુઓ બનાવે છે, ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છેઃ O + O3 → 2 O2

🍀ઓઝોન સ્તર અવક્ષયનાં પરિણામો 🍀

🌿🌿🌿વધુ નીલાતીત કિરણો🌱🌱🌱
ઓઝોન, ભલે આમ પૃથ્વીના વાતાવરણનો લઘુમતી ઘટક હોય, પણ તે નીલાતીત કિરણોના મોટા ભાગના શોષણ માટે જવાબદાર છે. ઓઝોનના નમતા-ઢાળવાળા સ્તર સાથે, તેમાં પ્રવેશીને બહાર નીકળતા નીલાતીત કિરણોના જથ્થામાં બહુ ઝડપી ઘટાડો આવે છે. તદનુસાર, વાતાવરણમાં ઓઝોનના ઘટાડાથી સપાટી પાસે નીલાતીત કિરણોનું સ્તર નોંધપાત્ર રીતે વધેશે એવું અનુમાન છે.

🍂🍃🍂જૈવિક અસરો🍂🍃🍂
માનવ સ્વાસ્થ્ય પર નીલાતીત કિરણોનો સંસર્ગ વધવાની અને વિદ્યુતચુંબકીય કિરણોત્સર્ગની શું અસર થશે તે ઓઝોન છિદ્ર અંગે લોકોની મુખ્ય ચિંતા હતી. અત્યાર સુધી, મોટા ભાગનાં સ્થળો પર ઓઝોન અવક્ષય લાક્ષણિક ઢબે માત્ર થોડા ટકા જ જોવા મળ્યો છે.

*Rathod Rohit*

Study Choices Education

👳👳‍♀👮‍♀મનુષ્યો પર અસરો👳👳‍♀👳‍♀
યુવીબી(ઓઝોન દ્વારા શોષાઈ જતાં વધુ ઊર્જા ધરાવતાં નીલાતીત કિરણો)નેસામાન્ય રીતે ત્વચાના કૅન્સર માટે કારણભૂત પરિબળ માનવામાં આવે છે. વધુમાં, સપાટી પર વધુ નીલાતીત કિરણોનું પહોંચવું એટલે અધોમંડળના ઓઝોનમાં વધારો થવો, જે મનુષ્યોના સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. નીલાતીત કિરણોનું વધુ પહોંચવું એટલે સૂર્યપ્રકાશની વિટામિન ડી સેન્દ્રિય ક્ષમતા પણ વધારો થવો.

👏👏🙏તો આવો આજના આ વિશ્વ ઓઝોન દિનને સાર્થક બનાવવા ખભે ખભા મિલાવી નૈસર્ગિક પર્યાવરણને બચાવવા પ્રયત્ન કરીએ...

*Rathod Rohit*



Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની