National Constitution Day 26/11/1949 (રાષ્ટ્રીય બંધારણ દિવસ )

 📜  રાષ્ટ્રીય બંધારણ દિવસ  📜





〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

➜ભારતમાં બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર , 1949 ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

➜આથી , ભારતમાં 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવાય છે.

➜ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ સંવિધાન દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખાય છે.

➜26 નવેમ્બર , 2021 ના રોજ આ દિવસના 72 વર્ષ પુરા થયાં છે. ભારતમાં રાષ્ટ્રીય બંધારણની 72 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે.

➜ભારતીય બંધારણ સભા દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી કરવામાં આવ્યો હતો.

➜બંધારણ સભા દ્વારા કુલ 11 સત્રો યોજી ને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું.

🔰🔰ભારતનુ બંધારણ 🔰🔰
           
📕 કેબિનેટ મિશન યોજના અંતગૅત સોેપ્રથમ ૧૯૪૬માં બંધારણ સભાની રચના થઇ

📌પ્રથમ બેઠક : ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ થઇ હતી

📌જેમા ૩૮૯ જેટલા અસ્થાયી અને ૭ જેટલા સ્થાયી સભ્યો હતા

📝 અસ્થાયી અધ્યક્ષ :
✅ ડો. સચ્ચિદાનંદ સિન્હા

📝 સ્થાયી અધ્યક્ષ :
✅ રાજેન્દ્ર પ્રસાદ

📝 ૭ માંથી એકમાત્ર ગુજરાતી સભ્ય
✅ક.મા .મુનશી

📝 બંધારણીય સલાહકાર:
✅ બી. એન.રાવ

📝 એકમાત્ર મહિલા સભ્ય
✅ સરોજની નાયડુ

📓📓 બંધારણ સમિતિ દ્વારા ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઇ

📔📔 ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂણૅ થઇ


🇮🇳આપણા બંધારણીય અધિકારો✅
🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯

🇮🇳આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે.

🇮🇳આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે.

🇮🇳દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું.

🇮🇳આપણા આ જ સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી એ સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે.
🇮આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ, 💠♻️દરેકને સમાન તક મળે છે, ♻️💠દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે, ♻️💠કોઈ વ્યક્તિનું શોષણ થતું હોત તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે.

♻️💠✅ બંધારણના પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. ✅અનુછેદ 31 કે જેમાં મિલકત ધરાવવાનો અધિકાર હતો તેને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978થી રદ કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારમાં સમાવવામાં આવ્યો. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે.
🙏🙏 મિત્રો, આજે આપણે આપણા બંધારણીય અધિકારો/હકો વિષે પરિચય મેળવીએ....

🔘ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)

👉1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)
👉2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)
👉3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)
👉4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)
👉5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)
👉6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)

🎯સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18) ​​🎯

👉અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર
👉અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા
👉અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા
👉અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ
👉અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )

✅✅સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)✅✅

👉અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.

1. જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).

2. સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).

3. ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.
4. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.
5. વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.
6. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.

👉અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.

👉અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.

👉અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર

👉અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.

👁‍🗨👁‍🗨શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)👁‍🗨👁‍🗨

મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ

બાળ મજૂરી પર પ્રતિબંધ

🎯🎯ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)🎯

👉અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા,
👉આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
👉ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
👉ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
👉ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા

🔰સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)🔰

♦️લઘુમતીઓના હિતોનું રક્ષણ
♦️લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર

🇮🇳🇮🇳બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)🇮🇳

✅બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
✅પરમાદેશ
✅પ્રતિષેધ
✅ઉત્પ્રેષણ
✅અધિકાર પૃચ્છા

રાઠોડ રોહિત

♦️
ભારતીય સંસદ નાં બંને ગૃહ વિષે માહિતી
🌾 *રાજ્ય સભા*🌾

(૧) બંધારણ માં નિર્ધારિત મહત્તમ સભ્ય સંખ્યા - *250*
(૨) હાલ માં મર્યાદિત સભ્ય સંખ્યા-  *245*
(૩) નિમાયેલા સભ્યો ની સંખ્યા - *12*
(૪) ચૂંટણી - *પરોક્ષ*
(૫) ચૂંટણી માટે ના સિન્દ્રાતો - *સપ્રમાણ પ્રતિનિધિત્વ*
(૬) કાર્યકાળ- *6*
(૭)વિસર્જન- *કરી શકાય નહીં*
(૮)ઉપર વિષયક લાયકાત - *ઓછા માં ઓછી 30*
(૯) અનામત - *અનામત હોતું નથી*
- *229 સભ્યો રાજ્ય માંથી , કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી 4 સભ્યો , 2 સભ્યો દિલ્લી અને 2 સભ્યો પોન્ડીચેરી માંથી.*
-  *રાજ્ય સભા નું ગઠન 1952 માં થયું*

🌱 *લોકસભા* 🌱

(૧) બંધારણ માં નિર્ધારિત મહત્તમ સભ્ય સંખ્યા - *552*
(૨) હાલ માં મર્યાદિત સભ્ય સંખ્યા- *545*
(૩) નિમાયેલા સભ્યો ની સંખ્યા - *૨*
(૪) ચૂંટણી - *પ્રત્યક્ષ*
(૫) ચૂંટણી માટે ના સિન્દ્રાતો - *પ્રાદેશિક પ્રતિનિધિત્વ*
(૬) કાર્યકાળ- *5*
(૭)વિસર્જન- *કરી શકાય છે*
(૮)ઉપર વિષયક લાયકાત - *ઓછા માં ઓછી 25 વર્ષ*
(૯) અનામત - *ST, SC માટે*

- *530 સભ્યો રાજ્યોના, 13 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ ના , 2 સભ્યો એગલો ઇન્ડિયન*
- *લોકસભા નું ગઠન 1952 માં થયું.*


📖✍🏻 રાઠોડ રોહિત

બંધારણ  માં રાષ્ટપતિ વિશે માહિતી

1.રાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો સમયગાળો કોને ભોગવ્યો છે?  ડૉ. રાજેન્દ્રપ્રસાદ
2.સૌથી યુવાન અને સૌપ્રથમ બિનહરીફ ચૂંટનારા રાષ્ટ્રપતિ કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી
3.સૌપ્રથમ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર કોણ છે?  વી.વી. ગિરિ
4.સૌપ્રથમ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર કોણ છે? વી.વી. ગિરિ
5.રાષ્ટ્રપતિના ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ કોણ છે? ડૉ. ઝાકિર હુસેન અને ફખરુદ્દીન અલી અહમદ
6.સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ છે? ફખરુદ્દીન અલી અહમદ
7.ભારત દેશના બંધારણીય વડા કોણ છે?  રાષ્ટ્રપતિ
8.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 52માં
9.ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે? બ્રિટન
10.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 54માં
11.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગેની જોગવાઈ છે?   અનુચ્છેદ 56માં
12.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 59માં
13.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 55માં
14.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 60માં
15.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન છે? અનુચ્છેદ 61માં
16.ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને દેશમાં કોઈપણ કાયદા અન્વયે માફી આપવાની સત્તા આપે છે? અનુચ્છેદ 72માં
17.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂંક કરે છે? અનુચ્છેદ 80 મુજબ
18.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે?   અનુચ્છેદ 123 મુજબ
19.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગી શકે છે? અનુચ્છેદ 143 મુજબ
20.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં બે એગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂંક કરે છે?   અનુચ્છેદ 331 મુજબ
21.ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ
22.ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
23.રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને
24.રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? મહાભિયોગ
25.ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિ
26.વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
27.એટર્ની જનરલ નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
28.સંસદનું સત્ર બોલાવવાની, સત્રાવસાન કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ
29.લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ
30.નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા
31.ભારતનાં રાજયોમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
32.બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે
33.સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂંક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા
34.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વિટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 111માં
35.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? અનુચ્છેદ 53(2) મુજબ
36.ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? લોકસભા, રાજ્યસભા તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો.
37.રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય છે? બંનેમાંથી કોઈપણ ગૃહમાં
38.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકરી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાયધીશ
39.રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? લોકસભા અધ્યક્ષને
40.નાણાં ખરડાને રજૂ કરતાં પહેલાં કોની પૂર્વમંજુરી લેવી આવશ્યક છે? રાષ્ટ્રપતિની
41.જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુન: વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે ક્યા પ્રકારનો વિટોનો ઉપયોગ કરે છે?  નિલંબનકારી વિટો
42.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલા છે?અનુચ્છેદ 74 મુજબ
43.રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે છે? જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે

🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁

☄ *પ્રથમ બંધારણીય સુધારો,1951*
🏮 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

☄ *7મો સુધારો 1956*
🏮રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

☄ *18 મો સુધારો 1966*
🏮પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

☄ *36મો સુધારો,1971*
🏮સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

☄ *42 મો સુધારો,1976(મિનિબંધારણ)*
🏮લઘુબંધરણ તરીકે ઓરખાયછે
🏮આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
🏮રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
🏮મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
🏮લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
🏮રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

☄ *44 મો સુધારો 1978*
🏮મિલકત નો અધિકાર રદ કરાયો
🏮લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
🏮અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

☄ *52 મો સુધારો,1985*
🏮પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

☄ *61 મો સુધારો 1989*
🏮મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

☄ *69 મો સુધારો 1991*
🏮દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

☄ *71 મો સુધારો 1992*
🏮બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

☄ *73 મો સુધારો 1992*
🏮પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

☄ *86 મો સુધારો 2002*
🏮6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

☄ *92 મો સુધારો 2003*
🏮આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી.

☄ *100 મો સુધારો 2015*
🏮ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


ચૂંટણી પંચ. / ભારતનું નિવૉચન આયોગ - પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો - જાણો પૂરી માહિતી જે આગામી બધીજ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે

🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ*
🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳

👁‍🗨ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ અને ગુજરાતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ વિશે...
👇🏻➿👇🏻


*🔰⭕️ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી , ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.*

*👁‍🇮🇳ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.*
👉- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
👉- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો , મર્યાદાઓ.

*🔰🇮🇳બંધારણીય ઉલ્લેખ અને સંરચના🔰🇮🇳*
✅ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ સંસદ , રાજ્યોની વિધાનસભા , વિધાનપરિષદ , રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે , જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ સુનિશ્વિત કરશે).

*🇮🇳બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા🇮🇳✅*

👁‍🗨૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો( Support) જોઇશે , જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
👁‍🗨૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
👁‍🗨૩. કારોબારી (Executive) ચૂંટણી કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે ,
જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
👁‍🗨૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે
✍રોહિત રાઠોડ

*♻️✅ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:♻️✅*

🔰૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , સંસદનાં બંને ગૃહો ,
રાજ્ય વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ , સંચાલન ,
નિર્દેશન કરે છે.
🔰૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
🔰૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
🔰૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
🔰૫. ચૂંટણી આચાર સંહિ નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.

*🇮🇳♦️ચૂંટણી પંચની મર્યાદાઓ :🎯💠🇮🇳*

👉૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી પ્રક્રિયાને સ્થિત કરાઇ છે , જ્યારે બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને ( તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.

👉૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency નથી અને તે પોતાનાં કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા
નિભાવવા સંપૂર્ણ સક્ષમ નથી.

👉૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસઅનુભવતું નજરે પડે છે.
 ✍રોહિત

*👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.*
૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા.
૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની.
૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.

👉🎯મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
 મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે.
મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.

હાલના મુખ્ય ચૂંટણી આયુક્ત - રાજીવ કુમાર

*Rathod Rohit*
Study Choices


♻️ Today's topic : Election Commission



✍️ અનુચ્છેદ - ૩૨૪
👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.

હાલ ના અધ્યક્ષ:- *રાજીવ કુમાર*


*ચૂંટણી  પંચ*

💮વન લાઇનર ક્વિઝ-આન્સર💮

✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫

✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.

✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ

✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.

✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.

✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.

✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન  કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.

✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ
Rohit
✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક

✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન

✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ

✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨

✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન

✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા  તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ

✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.

✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર

✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ '  અને  ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ

✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.

✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.

✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬

✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ

✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.

✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮
EVM Full Form- Electronic Voting Machine.


Voter-verifiable paper audit trail was first used in an election in India in September 2013 in Noksen (Assembly Constituency) in Nagaland


In India, the voter-verifiable paper audit trail (VVPAT) system was introduced in 8 of 543 parliamentary constituencies as a pilot project in 2014 Indian general election.[6][7][8][9]VVPAT was implemented in LucknowGandhinagarBangalore SouthChennai CentralJadavpurRaipurPatna Sahib and Mizoram constituencies

 VVPAT- Voter-verified paper audit trail


🔹 બંધારણ ખૂબજ મહ્ત્વનાં અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ  નો     👉213


🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ      👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81


🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108


🔹 વિધાનમંડળ 👉168
🔹  વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

🔹એટર્ની જનરલ 👉 76
🔹 એડવોકેટ જનરલ👉 165

🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72
🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161

🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120
🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210

🔹 હાઇકોર્ટે ની રિટ 👉226
🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

🔘રાષ્ટ્રીય મહિલા આયોગમાં કેટલા સદસ્યો હોય છે
અધ્યક્ષ અને પાંચ સદસ્યો તથા એક સચિવ

🔘પ્રથમ મહિલા આયોગનાં અધ્યક્ષ કોણ હતા.? 
શ્રીમતી જયંતી પટનાયક

🔘બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં કેટલા સદસ્યો હોય છે.?
અધ્યક્ષ ઉપરાંત  6 સદસ્યો

🔘બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં કેટલા બેઠકો મહિલાઓ માટે સુરક્ષિત હોય છે.?
અધ્યક્ષ અને ચાર બેઠકો

🔘બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં પ્રથમ અધ્યક્ષ કોણ હતા.?
શાન્તા સિંહ

♦️


રાઠોડ રોહિત












Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની